કોલસાની અછતને લઈને ઘેરાતા સંકટની વચ્ચે દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મેટ્રો ટ્રેન અને હોસ્પિટલ સહિત મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોના નિર્બાધ વિજળી પુરવઠામાં સંભવિત અવરોધ આવવાને લઈને મોટી ચેતવણી આપી છે. દિલ્હીનાં ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને સ્થિતિનુ આકલન કરવા માટે ગુરૂવારે એક તાત્કાલિક બેઠક કરી અને કેન્દ્રને પત્ર લખીને વિનંતી કરી કે તેઓ રાષ્ટ્રીય રાજધાનીને વિજળીનો પુરવઠો પુરો પાડનાર ઉર્જા મથકોને કોલસાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે. દિલ્હી સરકારે કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં કહ્યુ છે બે પાવર સ્ટેશનમાં 1-2 દિવસનો જ કોલસો બચ્યો છે. NTPC દાદરી-2 અને ઉંચાહાર પાવર સ્ટેશનમાં 1-2 દિવસનો જ કોલસો બચ્યો છે. આ દરમિયાન ગુરુવારે દિલ્હીમાં પહેલીવાર પીક પાવર ડિમાન્ડ એપ્રિલ મહિનામાં 6,000 MW પહોંચી, આ એક રેકોર્ડ છે. Discomsનુ આકલન છે કે આ વખતે ગરમીમાં પીક પાવર ડિમાન્ડ અત્યાર સુધીના સૌથી ઊંચા શિખર 8200MW સુધી પહોંચી શકે છે.
એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે દાદરી-દ્વિતીય અને ઉંચાહાર વિજળી સ્ટેશનથી વિજળી પુરવઠો બાધિત થવાના કારણે દિલ્હી મેટ્રો અને દિલ્હીના સરકારી હોસ્પિટલો સહિત કેટલાક આવશ્યક સંસ્થાનોને 24 કલાક વિજળી પુરવઠામાં મુશ્કેલી થઈ શકે છે. વર્તમાનમાં દિલ્હીમાં વિજળીની 25-30 ટકા માંગ આ વિજળી સ્ટેશનોના માધ્યમથી પૂરી કરવામાં આવી રહી છે અને તે કોલસાની અછતનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, સરકાર સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહી છે અને તે સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરી રહી છે કે લોકોને રાજધાનીના કેટલાક વિસ્તારમાં વિજળીની અછતનો સામનો ન કરવો પડે.
મંત્રીએ કહ્યુ, આ વિજળી સ્ટેશન દિલ્હીના કેટલાક ભાગમાં વિજળી કાપને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે અને ગરમીના મોસમમાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન.,હોસ્પિટલો અને લોકોને વિજળીની નિરંતર આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે પણ જરૂરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના દાદરી-દ્વિતીય અને ઝજ્જરની સ્થાપના મુખ્ય રીતે દિલ્હીમાં વિજળીની જરૂરિયાતને પૂરી કરવા માટે કરવામાં આવી હતી. જોકે, આ ઉર્જા મથકોમાં પણ કોલસાનો ખૂબ ઓછો ભંડાર બચ્યો છે. દાદરી-દ્વિતીય, ઉંચાહાર, કહલગાંવ, ફરક્કા અને ઝજ્જર ઉર્જા મથક દિલ્હીને પ્રતિદિન 1,751 મેગાવોટ વિજળીનો પુરવઠો પુરો પાડે છે.
રાજધાનીને સૌથી વધારે 728 મેગાવોટનો પુરવઠો દાદરી-દ્વિતીય વિજળી સ્ટેશનથી થાય છે જ્યારે 100 મેગાવોટ ઉંચાહાર સ્ટેશનથી પ્રાપ્ત થાય છે. નેશનલ પાવર પોર્ટલના દૈનિક કોલસા રિપોર્ટ અનુસાર આ તમામ ઉર્જા મથકોને કોલસાની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ ભીષણ ગરમીની સાથે દેશના કેટલાક ભાગમાં વિજળીનો કાપ શરૂ થઈ ગયો છે કેમ કે રાજ્ય વિજળીની રેકોર્ડ માગને પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઉર્જા મથકોને કોલસાનો પુરવઠો વધારવાના ઉપાય સિવાય કેન્દ્ર સરકારે રાજ્યોને ઈન્વેંટ્રી બનાવવા માટે આગામી ત્રણ વર્ષ માટે પોતાની આયાતને વધારવાનુ કહ્યુ છે. ઓલ ઈન્ડિયા પાવર એન્જીનિયર્સ ફેડરેશને કહ્યુ કે દેશમાં થર્મલ પાવર પ્લાન્ટ કોલસાની અછત સામે ઝઝૂમી રહ્યા છે. જેનાથી દેશમાં વિજળી સંકટ ઉત્પન્ન થવાની આશંકા વધી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500