વલસાડ જિલ્લા એલસીબી શાખામાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ ત્રણ લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા આજરોજ એસીબીની ટ્રેપમાં સપડાયો છે, જોકે આ લાંચીયો પોલીસ કોન્સ્ટેબલ એસીબીને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યો છે.જેને લઇ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદી અગાઉ ઈગ્લીશ દારૂનો ધંધો કરતા હોય અને હાલ દારૂનો ધંધો ન કરતો હોવા છતાં એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ આશીષભાઈ માયાભાઈ કુવાડીયાએ વલસાડ જીલ્લામાં દારુના કેસોમાં ફરીયાદીનુ નામ ખોટી રીતે ખોલી ખોટા કેસો કરવાની ધમકી આપી રૂ.૫,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી હતી જે રકઝકના અંતે રૂ.૩,૦૦,૦૦૦/- આપવાના નક્કી થયું હતું.જે લાંચની રકમ રૂ.૩,૦૦,૦૦૦/- ફરીયાદીશ્રી આરોપી પોલીસ કોન્સ્ટેબલને આપવા માંગતા ન હોય,
ફરીયાદીએ એસીબી પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે આવી ફરીયાદ આપતા, જે ફરીયાદીની ફરીયાદના આધારે ઉદવાડા ઓવરબ્રીજ ઉતરી ડાબી બાજુ સર્વિસ રોડ પર આવેલ ગેરેજ નજીક સર્વિસ રોડ પર લાંચના છટકાનું આયોજન કર્યું દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ આશીષભાઈએ ફરીયાદી પાસેથી આજરોજ રૂ.૩,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી લાંચની રકમ આરોપીએ સ્વીકારી પોતાની ગાડીમાં મુકાવી એસીબીની રેઈડ જોઈ ગાડી મુકી ફરાર થયો ગયો હતો.આ મામલે એસીબીએ આરોપી પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500