અંકલેશ્વરનાં સારંગપુરનાં વણઝારા વાસમાં પાર્ક કરેલ ઇકો માંથી સાઇલેન્સર ચોરી થઇ જવા પામી હતી. ઇકો કાર ચાલક દ્વારા જી.આઇ.ડી.સી. પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અંકલેશ્વરનાં સાળંગપુર ગામ ખાતે વણઝારા વાસમાં રહેતા મુકેશ વણઝારાએ પોતાની ઇકો કાર ઘર આગળ રાત્રીના પાર્ક કરી હતી. જે ઇકો કારમાંથી સાઈલ્સનાર ચોર ગેંગ ત્રાટકીને સાઇલેન્સર કાઢી ફરાર થઇ ગઈ હતી સવારે ઇકો કાર ચાલુ કરતા અંદરથી અવાજ આવતો હોવાની મુકેશભાઈએ ચેક કરતા સાઇલેન્સર ચોરી થઇ હોવાની શંકા જતા ગેરેજ સંચાલક પાસે ચેક કરાવતા સાઇલેન્સર ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું જે આધારે મુકેશ વણઝારાને જી.આઇ.ડી.સી. પોલીસ મથકએ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરતા જી.આઇ.ડી.સી. પોલીસ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application