સુરત બારડોલી રોડ પર દસ્તાન ફાટક પાસે બે પદયાત્રીઓને પાછળથી પૂરઝડપે આવતા પીકઅપે અડફેટમાં લેતા એક પદયાત્રીનું મોત નીપજયું હતું જ્યારે બીજાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના મોટા વરાછા ખાતે રહેતો ઉત્સવ જગદીશ ધોરી (ઉ.વર્ષ 19) એમ્બ્રોડરી ડિઝાઇનર તરીકે કામ કરે છે. 19મીના રોજ જન્માષ્ટમી હોય રાત્રિના એક વાગ્યે તેમના મિત્ર નરપતસિંહ માલસિંહ રાજપુરોહિત (ઉ.વર્ષ 35) સાથે સુરતથી પલસાણા તાલુકાનાં ગંગાધરા ખાતે આવેલા અલખધામ મંદિરે જવા પગપાળા નીકળ્યા હતા. મળસ્કે પાંચ વાગ્યાની આસપાસ દસ્તાન રેલ્વે ફાટક પાસે તેઓ ચાલતા જઇ રહ્યા હતા તે સમયે પાછળથી પૂર ઝડપે આવતા એક પીક અપ ( નંબર MH 18 BG 0669 )એ બંનેને ટક્કર મારી દીધી હતી.
અકસ્માતમાં ગંભીર ઇજા તહતા ઉત્સવ અને નરપતસિંહને સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન નરપતસિંહનું મોત થયું હતું. જ્યારે ઉત્સવની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે ઉત્સવે પલસાણા પોલીસ મથકમાં પીકઅપ ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500