Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ નવેમ્બરમાં વાર્ષિક ધોરણે બે આંકડામાં જોવા મળ્યું

  • December 02, 2022 

ભારતમાં પેટ્રોલ અને ડીઝલનાં વેચાણમાં નવેમ્બરમાં વાર્ષિક ધોરણે બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી હતી. તહેવારોની મોસમ અને કૃષિની ક્ષેત્રની માંગમાં વધારો થવાથી વેચાણને વધારામાં મદદ મળી હતી, એમ ઉદ્યોગના પ્રારંભિક ડેટા દર્શાવે છે. નવેમ્બરમાં પેટ્રોલનું વેચાણ 11.7 ટકા વધીને 26.6 લાખ ટન થયું છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 23.8 લાખ ટનનો વપરાશ હતો. નવેમ્બર 2020ની તુલનામાં વેચાણ 10.7 ટકા વધુ હતું અને નવેમ્બર 2019 ૫હેલાના રોગચાળાની તુલનામાં 16.2 ટકા વધુ હતું. ઓક્ટોબરમાં તહેવાપની સિઝનમાં મહિના-દર-મહિને માંગ 1.3 ટકા વધી હતી.



દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઈંધણ ડીઝલનું વેચાણ ગયા વર્ષના મહિનાની સરખામણીએ નવેમ્બરમાં 27.6 ટકા વધીને 73.2  લાખ ટન થયું હતું. જે નવેમ્બર 2020ની સરખામણીમાં 17.4 ટકા અને 2019 કરતાં 9.4 ટકા વધુ હતું. સપ્ટેમ્બરથી મહિના દર મહિને ઈંધણના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર 2020માં 62.5 લાખ ટનના વેચાણની સરખામણીમાં તેમાં 17.1 ટકાનો જંગી વધારો થયો હતો. પેટ્રોલ અને ડીઝલનું વેચાણ જૂન પછી સૌથી વધુ હતું. ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે, કૃષિ સિઝનમાં ડીઝલની માંગમાં તેજી જોવા મળછ રહી છે. સિંચાઈ પંપ અને ટ્રેકિંગમાં ઈંધણના ઉપયોગથી ઓક્ટોબરમાં તહેવારોની મોસમની માંગમાં વધારો થયો છે. રવિ પાકની વાવણીને કારણે આર્થિક પ્રવૃત્તિમાં તેજી આવી અને માંગમાં વધારો થયો.



જોકે ચોમાસા અને માંગમાં ઘટાડો થવાને કારણે જુલાઈ અને ઓગસ્ટમાં ઓટો ઈંધણનું વેચાણ ઘટયું હતું. વલણને પ્રતિબિંબિત કરતાં, જેટ ફયુઅલની માંગ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ નવેમ્બર દરમિયાન 21.5 ટકા વધીને 5,72,200 ટન થઈ હતી. તે નવેમ્બર 2020ની સરખામણીમાં 60.8 ટકા વધારે હતું. પરંતુ નવેમ્બર 2019 કરતાં 13.3 ટકા ઓછું હતું. તાજેતરના મહિનાઓમાં ભારતની રિકવરી સતત વેગ પકડી રહી છે પરંતુ તેની સાથે ફુગાવોપણ વધ્યો છે. આના કારણે જુલાઈ-સપ્ટેમ્બરમાં ગતિ થોડી ધીમી પડી હતી. કોવિડ-19 પ્રતિબંધો હળવા કર્યા બાદ ભારતની ક્રુડ તેલની માંગ સતત વધી રહી છે. નવેમ્બરમાં રાંધણ ગેસ એલપીજીનું વેચાણ વાર્ષિક ધોરણે 7.8 ટકા વધીને 25.5 લાખ ટન થયું હતું. નવેબ્મર 2020ની સરખામણીમાં એલપીજેનો વપરાશ 8.4 ટકા અને નવેમ્બર 2019ની સરખામણીએ 13.3 ટકા વધુ હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application