માહિતી વિભાગ દ્વારા વલસાડ, આગામી યોગ દિવસને ધ્યાને રાખી પ્રીતિબેન પાંડે દ્વારા યોગનું વોર્મઅપ કરાવાયું વલસાડ, તા. ૫ જૂન વલસાડમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે કાર્યરત વલસાડ રેસર્સ ગૃપ દ્વારા તા.૪ જૂનને રવિવારે પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ લાવવા દરિયા કિનારે ૫ કિમી અને ૩ કિમીની દોડ રાખી વૃક્ષારોપણનો અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો.
જેમાં વલસાડના સ્વાસ્થ્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ બીચ રન સાથે રેસર્સ ગૃપના સથવારે ૧૧૧૧ વૃક્ષારોપણ કરાયું હતુ. વલસાડમાં અવાર-નવાર સ્વાસ્થ્ય જાગૃતિ માટે મેરેથોન અને સાયક્લોથોન યોજનાર વલસાડ રેસર્સ ગૃપ દ્વારા યોજાયેલી ૩ કિમીની અને ૫ કિમીની બીચ રનમાં વલસાડના અનેક સ્વાસ્થ્ય પ્રેમીઓ જોડાયા હતા. આ રન સ્વામિનારાયણ મંદિર નજીકના બીચ પરથી વહેલી સવારે ૬ કલાકે શરૂ થઇ હતી.
રન અગાઉ વોર્મ અપ એક્સરસાઇઝના બદલે આગામી યોગ દિવસને ધ્યાને રાખી પ્રીતિબેન પાંડે દ્વારા યોગનું વોર્મઅપ કરાવાયું હતુ. ત્યારબાદ રન શરૂ કરાઇ હતી. રનમાં ઠેર ઠેર પાણીની વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ સાથે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થાય તો તેના માટે લોટસ હોસ્પિટલ દ્વારા મેડિકલ સપોર્ટ સિસ્ટમ તૈયાર રખાઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500