નર્મદા જિલ્લાના દેડીયાપાડાના સીંગલોટી ગામના પટેલ ફળિયાના હેન્ડપંપ માથી કુદરતી રીતે આપ મેળે પાણીનુ ઝરણું હેન્ડપંપમાથી નિકળીને પાણી વહેતુ રહેતા આ ધટનાને પગલે ગામ લોકોમા કુતૂહલ જોવા મળ્યું હતું સાથે સાથે આ બાબત ને કુદરત નો ચમત્કાર ગણાવી ગ્રામજનો માં આનંદ જોવા મળ્યો છે.
નર્મદા જિલ્લામાં હાલ મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે જાણે કુદરત તેની અપાર સૌદર્યતાની શક્તિના દશૅન કરાવી રહ્યો છે.વનરાજીથી ધેરાયેલા દેડીયાપાડાના સીંગલોટી ગામના પટેલ ફળિયામા ઉપયોગ માટેનો એક હેન્ડપંપ છે આ હેન્ડપંપમાથી અચાનક કુદરતી ઝરણું ફુટી આપોઆપ પાણી હેન્ડપંપમાથી નિકળીને અણધાર પણે પાણી વહેતું થતા ગ્રામજનો તેને કુદરતનો કારીશમો ગણાવી રહ્યા છે.આ ધટનાને પગલે ગ્રામજનો માં.ભારે કુતૂહલ ફેલાયેલુ જોવા મળી રહ્યુ છે આ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે નદી નાળા કોતરો છલકાઈને વરસાદી પાણીમા તરબોળ થઈ વહેતા થયા છે વધુ વરસાદ પડી રહ્યો હોવાથી પાણી ના સ્તર જમીનમાથી કોઈકને કોઈક રીતે ઉપર આવતા દેખાઈ રહ્યા છે જેથી આ રીતે ફુટી નિકળતા કુદરતી ઝરણાંની અપાર શકિતની ધટનાઓના દ્રશ્ય જોવા મળી રહ્યા છે.ત્યારે હાલ આ ઘટના ને કુદરત નો ચમત્કાર ગણી ગ્રામજનો માં ભારે ઉત્સાહ જોવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application