Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી માટે ફરી પાટીદાર સમાજ મેદાને આવ્યો

  • March 11, 2024 

પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરી માટે ફરી પાટીદાર સમાજ મેદાને આવ્યો છે. SPG બાદ હવે 22 ગામ કડવા પાટીદાર સમાજ પણ મેદાને આવ્યું છે. મહેસાણામાં પાટીદાર મહિલાઓનું લાંઘણજમાં નારાયણી સંમેલન યોજાયું હતું. જેમાં પાટીદાર સમાજમાં વ્યાપેલા કુરિવાજો નાબૂદ કરવા અને જાગૃતિ લાવવા સંમેલન આયોજિત કરાયુ હતું. આ સંમેલનમાં પ્રેમ લગ્ન માટે માતા-પિતાની મંજૂરી ફરજિયાત કરવા માંગ કરાઈ છે. એસપીજી બાદ બાવીસ ગામ કડવા પાટીદાર સમાજ ની મહિલાઓ પણ મેદાને આવી છે.


પ્રેમલગ્નમાં માતા પિતાની મંજૂરી અને કુરિવાજો નાબૂદ કરવા મામલે મહિલાઓ મેદાને આવી છે. મહેસાણાના લાઘણજ ખાતે યોજાયેલા મહિલાઓના સંમેલનમાં પાટીદાર મહિલાઓએ કંઈક મોટું આયોજન કર્યું છે. બાવીસ ગામ કડવા પાટીદાર સમાજની મહિલાઓ નારાયણી સંમેલન યોજાયું હતું. જેમાં સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા પ્રેમ લગ્ન સહિતના મામલે જાગૃતતા લાવવા આ સંમેલન આયોજિત કરાયું હતું.  ઉલ્લેખનીય છે કે, સમાજની દીકરીઓને ભોળવી જતા તત્વો પર અંકુશ લાવવા માટે પાટીદાર સમાજે લવમેરેજમાં માતાપિતાની સંમતિ મુદ્દે કાયદો લાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તાજેતરમાં ગુજરાતમાં લવ મેરેજનો મુદ્દો ઉઠ્યો છે. જેમાં પ્રેમ લગ્નમાં કાયદો લાવવાની વાત ઉઠી છે.


માતાપિતા કે વાલીની સહમતી પ્રેમ લગ્નમાં જરૂરી છે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, લવ મેરેજના મુદ્દે મુખ્યમંત્રી સંવેદનશીલ છે અને તમામના અભિપ્રાય લઈને આ મુદ્દે નિર્ણય લેવો તે સરકાર નક્કી કરશે.  થોડા સમય પહેલા મહેસાણામાં પાટીદાર સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું હતું. પાટીદાર સમાજનો ગઢ ગણાતા એવા મહેસાણા જિલ્લામાં આજે પાટીદાર સમાજનું સૌથી મોટું સંમેલન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમાજના તમામ મોટા આગેવાનો એક મંચ પર એકઠા થયા હતા.

આ પ્રસંગે લવ મેરેજ એટલે કે પ્રેમ લગ્ન સંબંધિત નવી શરત ઉમેરવાનો મુદ્દો પાટીદાર સમાજ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. લવ મેરેજમાં માતા-પિતાની મંજૂરી જરૂરી હોવી જોઈએ તેવી માગ પાટીદાર સમાજ થકી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે લવ મેરેજ માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા માટે જરૂરી અભ્યાસ કરીને નિર્ણય લેવામાં આવશે. સરદાર પટેલ ગ્રૂપ (SPG)એ અગાઉ પણ પ્રેમ લગ્નમાં માતા-પિતાની મંજૂરીની માગ ઉઠાવી હતી, પરંતુ હવે સમાજના એક મોટા કાર્યક્રમમાં પ્રેમ લગ્ન અંગે નવો કાયદો લાવવાની માગ ઉઠાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application