ઈરાન સાથે વધતી જતી તંગદિલી વચ્ચે ઈઝરાયલે ગાઝામાં તેનું આક્રમણ ચાલુ રાખ્યું છે. ઈઝરાયલ દ્વારા ગાઝામાં સતત બોમ્બમારા અને એરસ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. આ દરમિયાન તાજેતરના અહેવાલ મુજબ ઈઝરાયલે ગાઝામાં કરેલી એરસ્ટ્રાઈકમાં 100થી વધુ પેલેસ્ટિની નાગરિકો માર્યા ગયાના અહેવાલ સામે આવ્યા છે. એક એજન્સીના અહેવાલમાં આ દાવો કરાયો હતો. પૂર્વ ગાઝામાં વિસ્થાપિત લોકો જે સ્કૂલમાં આશરો લઈ રહ્યા હતા તેને જ ઈઝરાયલે નિશાન બનાવી હતી. આ હુમલામાં 100થી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે ઘાયલો પણ મોટી સંખ્યામાં હોવાની આશંકા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો નમાઝ પઢી રહ્યા હતા. હમાસ દ્વારા સંચાલિત કાર્યાલય વતી જણાવાયું હતું કે આ હુમલો ત્યારે થયો હતો ત્યારે નાગરિકો ફજર (સવાર)ની નમાઝ પઢી રહ્યા હતા. તે સમયે જ ઈઝરાયલે ક્રૂરતાપૂર્વક વિસ્થાપિત નાગરિકોને નિશાન બનાવ્યા હતા જેના કારણે મોટી સંખ્યામાં નાગરિકોની જાનહાનિ થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application