સુરતમાં રાજકારણીઓ દ્વારા મેળાવડા શરૂ કરાયા બાદ ભાજપના નેતાઓ પોઝિટિવ આવતા હતા. તેની સાથે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં પણ કોરોના નિયમનો ભંગ થતાં હવે પાલિકાના વિપક્ષી નેતા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીનો પોતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઇસોલેટ થયાં છે. જોકે ગઈકાલે તેમને શરદી-ખાંસી અને તાવના લક્ષણો દેખાયા હતા જેને કારણે આજે તેઓએ રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો અને તેઓ જાહેર થયા હતા. સુરતમાં આજે બપોર સુધીમાં ૫૬૯ કોરોના પોઝિટિવ કેસ થયા છે જેને કારણે આજે સાંજ સુધીમાં કોરોનાનો આંકડો ઘણો મોટો આવે તેવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application