ભરૂચના પીલુદરાના રણજીતભાઈ હરિભાઈ આહિર અને રમેશચંદ્ર શાંતિલાલ પારેખ (રહે.એ २६-શાંતિનગર સોસાયટી, ભોલાવ) દહેજની મેગ મણી ઓર્ગેનિકમાં કામ કરે છે. જેઓ કંપનીના કામ માટે ભીલાડ રણજીતભાઈની કાર નંબર જીજે/૧૬/ડીપી/૦૧૨૪ લઈને નીકળ્યા હતા.
તેમની સાથે તેમના મિત્રો ભાવિનભાઈ રમેશભાઈ પટેલ (રહે.નારણ કુંજ, વિતારા એકસ્ટેંશન, ઝાડેશ્વર) અને જયંતીભાઈ નારણભાઈ પટેલ (રહે.નવા બોરાભાઠા, તા.અંકલેશ્વર) પણ હતા. તેઓ ભીલાડમાં કામ પતાવી પરત જઈ રહ્યા હતા. ત્યારે સરોધી હાઈવે પર એક ટ્રકનો ચાલક અચાનક ત્રીજા લેનમાં આવી ગયો હતો. તેથી અકસ્માત ટાળવાના પ્રયાસમાં રણજીતભાઈએ કાર હાઈવેની નીચે ઉતારી દીધી હતી. કાર ખાડામાં ખાબક્યા બાદ પલ્ટી મારી ગઈ હતી. તેથી ગંભીર ઈજા પામેલા રમેશચંદ્ર પારેખનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણને ઈજા થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500