મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલના ચચરબુંદા ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે રોડની સાઈડમાં ઉભેલ એક મહિલા સહીત બે જણાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં એક શખ્સને ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના કેલી ગામે રહેતા જયસિંગ ભરતભાઈ ગાવીત તારીખ ૧૬-૦૨-૨૦૨૫ નારોજ પોતાના કબ્જાનો ટ્રક નંબર જીજે-૧૬-એક્સ-૮૫૦૨ને લઈ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ચચરબુંદા ગામની સીમમાંથી પસાર થતા સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર ૫૩ પરથી પસાર થતા હતા. તે સમયે રોડની સાઈડમાં રિક્ષામાંથી ઉતરી ઉભેલ દિગંબરભાઈ હુરયાભાઈ ભીલ, ધનરાજ એસા વસાવે અને લલીતાબાઈ ધનરાજ વસાવે (ત્રણેય રહે.ખામગાવ, નંદુરબાર) નાઓને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં દિગંબરભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જયારે ધનરાજ એસા વસાવે અને લલીતાબાઈ ધનરાજ વસાવે નાઓને શરીરે નાની મોટી ઈજા પહોંચતા તેમને સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે દિનેશભાઈ રામાભાઈ વસાવેએ ઉચ્છલ પોલીસ મથકે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500