Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : અંગતપળના ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરનાર પ્રેમી વિરૂધ્ધ પોલીસે સ્યુસાઇડ નોટના આધારે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

  • September 07, 2023 

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી એક સંતાનની માતાના આપઘાત પ્રકરણમાં તેણી સાથેના અંગતપળના ફોટો વાયરલ કરવાની ધમકી આપી જબરજસ્તી સંબંધ રાખવા બ્લેકમેઇલ કરનાર બહેનપણીના ભાઇ એવા કથિત પ્રેમી વિરૂધ્ધ પોલીસે સ્યુસાઇડ નોટના આધારે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાંડેસરા વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના રીક્ષા ચાલકની 23 વર્ષીય પત્નીએ ગત 11 ઓગસ્ટના રોજ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.



પત્નીના અવસાન બાત માતા-પિતા સાથે રહેવા જનાર અમીત પંદર દિવસ બાદ પોતાના ભાડાના રહેણાંક ખાતે સામાન લેવા ગયો ત્યારે ઘરના હિસાબની ડાયરીમાં સ્મીતાના હસ્તાક્ષર વાળી સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે, મારા દીકરાનું ધ્યાન રાખજો, મારી આબરૂ બચાવવા આપઘાત કર્યો છે પરંતુ ભૂષણને સજા મળશે તો મારી આત્માને શાંતિ મળશે. જેથી અમીત ચોંકી ગયો હતો અને પત્નીની બહેનપણી આરૂષી સંદીપ પાટીલના ભાઇ ભૂષણ પ્રભાકર પાટીલ (રહે.દીપકનગર, પાંડેસરા) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, સ્મીતા અને આરૂષી વચ્ચે મિત્રતા હોવાથી ભૂષણ અને તેના માતા-પિતા સાથે પણ સંબંધ હતા. દરમિયાનમાં બે મહિના અગાઉ ભૂષણ અને સ્મીતા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.



પરંતુ બે મહિના બાદ ભૂષણ સાથેના અનૈતિક સંબંધના કારણે પસ્તાવો થતા સંબંધ તોડી નાંખ્યો હતો. પરંતુ ભૂષણે સ્મીતા સાથેના અંગતપળના ફોટો વાયરલ કરવાની ધમકી આપી જબરજસ્તી સંબંધ રાખવા બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ હતું. અમીતની ગેરહાજરીમાં ભૂષણે સ્મીતાના ઘરે જઇ ઝઘડો કરતા તેણી અઢી વર્ષના પુત્રને ઘરે મુકીને ઘર છોડીને ચાલી ગઇ હતી. જોકે અમીતને જાણ થતા તુરંત જ શોધખોળ કરી કેમ ઘર છોડીને ચાલી ગઇ હતી તે અંગેની પૃચ્છા કરતા સ્મીતાએ કહ્યું હતું કે, બે મહિનાથી ભૂષણ સાથે અનૈતિક સંબંધ હતા અને હવે સંબંધ તોડી નાંખ્યા તો અંગતપળના ફોટો વાયરલ કરવાની ધમકી આપે છે. જેથી હું સોસાયટીમાં કોઇને મોંઢુ બતાવવાને લાયક નથી રહી, મારી આબરૂ ચાલી ગઇ છે તેમ છતા અમીતે સ્મીતાનો સાથ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application