જમ્મુકાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ પહલગામ આતંકવાદી હુમલા બાદ તેમની પહેલી બેઠક છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠક હાલમાં થયેલા પહલગામ હુમલા અને ત્યારબાદ સર્જાયેલી સુરક્ષા સ્થિતિ પર વિસ્તારથી ચર્ચા થઈ છે. બેઠક પહેલા નેશનલ કોન્ફરન્સ (NC)જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓમર અબ્દુલ્લા વડાપ્રધાન સાથે મુલાકાત કરીને કેન્દ્ર સરકારના કોઈપણ નિર્ણયમાં જમ્મુ કાશ્મીર તંત્ર તરફથી પૂર્ણ સહયોગનો ભરોસો આપશે, ખાસ કરીને પહલગામ હુમલાનો બદલો લેવા અને દેશની સુરક્ષાથી જોડાયેલા મુદ્દાઓ પર. ઓમર અબ્દુલ્લા અને વડાપ્રધાન મોદીની આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા પડકારો વધી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ કડકાઈથી પગલા ભરવાના સંકેત આપી ચૂકી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application