અયોધ્યામાં 22 જાન્યુઆરી ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ અત્યાર સુધી કરોડો ભક્તો દર્શને પહોંચ્યા છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યાં છે. હવે ગુજરાતના મંત્રીમંડળના મંત્રીઓ પણ અયોધ્યા દર્શન કરવા જવાના છે. શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના તમામ મંત્રીઓ અયોધ્યા જશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના દરેક મંત્રીઓ શનિવારે અયોધ્યા જવા રવાના થશે. મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સદસ્યો સાથે અયોધ્યા રામ મંદિર દર્શન માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા દંડક વિજય પટેલ અને નાયબ દંડકઓ પણ જોડાવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ શનિવારે સવારે 11 કલાકે અયોધ્યા પહોંચશે. ત્યારબાદ 11.30થી બપોરે 12 વાગ્યા સુધી ભગવાન શ્રીરામના દર્શન કરશે. ત્યારબાદ મંત્રીમંડળના સભ્યો સરયુ નદી પાસે આવેલા ટેન્ટ સિટીની મુલાકાત લેશે. અયોધ્યાથી મોડી સાંજે મુખ્યમંત્રી અને દરેક મંત્રીઓ અમદાવાદ પરત ફરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application