Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

UPSCની ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે જાહેરનામું

  • June 04, 2022 

સુરત શહેરના ૨૦ પરીક્ષા કેન્દ્રો પર અગામી તા.૦૫મી જુનના રોજ UPSCની ભરતી પરીક્ષા યોજાશે. આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેમજ પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તે માટે શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામાં પ્રમાણે પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોએ ભેગા થવા, કોઈ સભા ભરવી કે બોલાવવી નહીં તેમજ કોઈ સરઘસ કાઢવા પર ભરવા પર મનાઈ હુકમ ફરમાવ્યો છે.




તેમજ પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરની અંદર વાહન ઉભા રાખવા નહિ, પરીક્ષાર્થીઓ દ્વારા પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ ફોન લાવવા, ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમની રાખવા/લાવવા લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું પરીક્ષામાં રોકાયેલા અધિકૃત વ્યક્તિઓને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં ફરજ ઉપર હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application