દક્ષિણ ગુજરાતમાં સુરત. નવસારી. વલસાડ. ડાંગ અને તાપી જિલ્લામાં ગત મંગળવારે મેઘાએ તેના ત્રીજા રાઉન્ડની શરૂઆત કરી હતી તો સાથે તાપી નદીના ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં પણ ધોધમાર વરસાદ વરસતા તાપી નદીમાં નવા નીરની આવક શરૂ થઇ હતી. અને ક્રમશઃ ઉકાઈ ડેમની ઘટેલી સપાટીમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે આજે સવારે ૮ કલાકે ઉકાઇ ડેમની સપાટી ૩૨૮.૨૨ ફૂટે પહોંચી છે અને ઉકાઈ ડેમમાં ૧૪,૧૪૫ ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે.
ઉકાઈ ડેમના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ચાર દિવસથી ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા એક તબક્કે ૩૨૫.૦૯ ફૂટ સુધી પહોંચી ગયેલી સપાટીમાં ક્રમશઃ વધારો નોંધાયો છે અને ઉકાઈ ડેમ ૬૦ હજાર ક્યુસેક પાણી ની આવક પહોંચી જતા ઉકાઇ ડેમની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે જોકે આજે સવારે ૮ વાગે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાઇ ૧૪,૧૪૫ ક્યુસેક પાણી ની આવક અને ૧૦૦૦ ક્યુસેક પાણી ની છાલક નોંધાઈ છે ઉકાઇ ડેમની સપાટી ૩૨૮.૨૨ ફૂટ નોંધાઇ છે. આ ઉપરાંત હથનુર ડેમની સપાટી ૨૧૦.૪૬૦ મીટર અને ડેમમાંથી ૧૬,૭૦૩ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.અને પ્રકાશા ડેમની સવારે ૬ કલાકે ૧૦૮.૮૦ મીટર સપાટી નોંધાઈ છે. ડેમમાંથી ૧૫,૯૫૨ ક્યુસેક પાણી નો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રકાશા ડેમ માંથી તાપી નદીમાં સતત પાણી છોડાઇ રહ્યું હોવા છતાં આજે સવારે ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે સાંજથી આજે સવાર સુધીમાં ઉકાઈ ડેમના વિવિધ ગેજ મથકોમાં વરસાદ નહીં પડતાં ઉકાઈ ડેમમાં નવા પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500