Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

૫૮ જર્જરીત ગ્રામ પંચાયતોના નવા મકાન બનાવાશે

  • January 28, 2022 

રાજય સરકારના ઠરાવથી પાત્રતા ધરાવતી તમામ જર્જરીત અને ઘર વિહોણી ગ્રામ પંચાયતો માટે નવીન પંચાયત ઘર મનરેગા કન્વડર્ઝન અંતર્ગત બનાવવા તથા પ્રવર્તમાન યુનિટ કોસ્ટા મુજબ સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી સત્તા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સોંપવામાં આવી છે.



જે ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની દ્વારા મનરેગા હેઠળ-૪૮ તથા ૧૫માં નાણાપંચ હેઠળ-૧૦ ગ્રામ પંચાયત એમ કુલ-૫૮ ગ્રામ પંચાયતોને નવા મકાનોના બાંધકામની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં મટીરીયલ કોસ્ટશ અંદાજે રૂ. ૧૩ લાખ તથા લેબર કોસ્ટપ ૦૧ લાખ મળી કુલ ૧૪ લાખના ખર્ચ માટે જિલ્લા કક્ષાએ નવીન ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ ડીઝાઇનમાં ગ્રામ પંચાયત ઓફીસની સાથે મીટીંગ હોલ અને તલાટી કમ મંત્રી રહેઠાણની સુવિધા પણ ઉપલબ્ધ  થશે. આ પંચાયત ઘર બાંધકામ મનરેગા કન્વંર્ઝન હેઠળ હાથ ધરાતાં મનરેગા હેઠળ ગામલોકોને રોજગારી મળવાની સાથે ગ્રામ પંચાયતને સુવિધાયુકત ગ્રામ સચિવાલય પ્રાપ્તા થશે..(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application