દરેક વ્યક્તિને રહેવા માટે ઘરની જરૂર હોય છે. જોકે દરેક વ્યક્તિનું પોતાનું ઘર હોય છે,તે જરૂરી નથી. એવા ઘણા લોકો છે જેઓ ભાડાના મકાનમાં પણ રહે છે. તે જ સમયે ભાડાના મકાનમાં રહેવા માટે લોકો દ્વારા ભાડા કરાર બનાવવામાં આવે છે. ભાડા કરાર એ ખૂબ જ ઉપયોગી ડોક્યૂમેન્ટ છે,જેનો અર્થ પણ ઘણો થાય છે. ઘણીવાર તમે જોયું હશે કે મકાનમાલિક અને ભાડૂતો વચ્ચે માત્ર 11 મહિનાના ભાડા કરાર કરવામાં આવે છે, પરંતુ તેની પાછળનું કારણ શું છે?
રેન્ટ એગ્રીમેન્ટ
હકીકતમાં 11 મહિનાના ભાડા કરાર કરવા પાછળ મોટો તર્ક છુપાયેલો છે. ભાડાએ એક દસ્તાવેજ છે જે મકાનમાલિક અને ભાડૂત વચ્ચેના કાનૂની સંબંધને વ્યાખ્યાયિત કરે છે,તેમજ પક્ષકારોની જવાબદારીઓને સ્પષ્ટપણે જણાવે છે. કરારમાં ઉલ્લેખિત નિયમો અને શરતો બંને પક્ષો માટે બંધનકર્તા છે.
આ છે કારણ
જોકે ભાડા કરાર માત્ર 11 મહિના માટે જ શા માટે કરવામાં આવે છે તેની પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ કારણ છે. હકીકતમાં રજીસ્ટ્રેશન એક્ટ 1908 હેઠળ,જો કોઈ પણ લીઝ પ્રોપર્ટીનું એગ્રીમેન્ટ 1 વર્ષ કે તેથી વધુ સમય માટે કરવામાં આવે છે,તો તેને સબ-રજિસ્ટ્રારના ત્યાં રજીસ્ટર કરાવવામાં આવે છે. જેની ફી પણ ભરવાની હોય છે.
ખર્ચની ચુકવણી
એગ્રીમેન્ટના રજીસ્ટ્રેશનની સ્થિતિમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની ચુકવણી ફરજિયાત બની જાય છે. તેના માટે હજારો રૂપિયા આપવા પડી શકે છે. જોકે જો ભાડા કરાર 12 મહિનાથી ઓછો હોય,તો તેના માટે કોઈ ફી ચૂકવવાની નથી હોતી. જેના કારણે હજારો રૂપિયાની બચત પણ થઈ શકે છે. તેથી જ મોટાભાગના લોકો ભાડા કરાર 11 મહિના માટે જ કરાવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500