લોકોમાં દૈનિક ધોરણે સ્વચ્છતા કેળવાય તે હેતુથી તા.૨ ઓકટોબર-ગાંધી જયંતીના દિવસે રાજ્યવ્યાપી શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને આગામી બે મહિના સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે રાજ્ય સહિત દરેક જિલ્લાઓમાં સઘન રીતે સ્વચ્છતાની કામગીરી થઈ રહી છે. ‘સ્વચ્છતા એ જ સેવા અભિયાન’ અંતર્ગત આજ રોજ ચીખલી તાલુકાનાં બામણવેલ, ચીતાલી, ખુંધ-વાંસદા તાલુકાનાં રૂપવેલ, રંગપુર-ગણદેવી તાલુકનાં ગડત, સાલેજ, માણેકપોર-જલાલપોર તાલુકાનાં કરાડી અને નવસારી તાલુકનાં દંડેશ્વર, પરથાણ, સિસોદ્રાગણેશ ગામોના જાહેર સ્થળોની સફાઇ કરવામાં આવી સાથે સુકો અને ભીનો કચરો એકત્ર કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ વિષય પર ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા જયારે ખેરગામ ખાતે જાહેર માર્ગ પર આવેલ ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમાની આજુબાજુ સાફ સફાઇ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે ૧ ઓક્ટોબરથી શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનમાં લોકભાગીદારી વધારવા અને સફાઈ કામગીરીને તેજ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું છે. ત્યારે સમગ્ર નવસારી જિલ્લામાં વિવિધ સ્તરે સફાઇ અભિયાન દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application