વાંસદા તાલુકો એ આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. આ વિસ્તારના લોકો માટે આધુનિક એસ.ટી.ડેપો મુસાફરો માટે બનાવ્યો હતો પરંતુ કોન્ટ્રાકટરની લાપરવાહી અને હલકી ગુણવત્તાને લઈ ડેપોમાં ઠેર-ઠેર પાણી ટપકવાને લઈ પાણી માટે ડોલ મૂકી પાણી એકત્રિત કરી બહાર ફેંકવામાં આવે છે જયારે વાંસદા તાલુકામાં ૯૫ ટકા વિસ્તાર આદિવાસી વિસ્તાર છે આ વિસ્તારના લોકોની સુવિધા માટે નવનિર્મિત એસ.ટી.ડેપો બનાવવામાં આવ્યો છે. અહીં મોટી સંખ્યામાં આંતરરાજ્ય બસો આવે છે અને ૨૪ કલાક ધમધમતો ડેપોમાં ઘણી જગ્યાએ કોટ્રાક્ટરની લાપરવાહી અને હલકી ગુણવત્તાને લઈ ઠેર-ઠેર પાણી ટપકે છે જેથી આ વર્ષે વરસાદ ઓછો પડવા છતાં ડેપોના મકાનમાં ઠેર-ઠેર પાણી ટપકી રહ્યું છે જોકે વધુ વરસાદ પડે તો ડેપોની શું દશા થાય તે પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. જેથી વહેલી તકે ડેપોમાં પાણી ટપકવાનું બંધ કરવામાં આવે એવી મુસાફરોની માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application