Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કૃત્રિમ તળાવમાં વિસર્જન કરનારા યુવકોને ખંજવાળ અને તાવની અસર થતા સારવાર આપાઈ

  • September 17, 2021 

નવસારીના વિરાવળ ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન માટે કુત્રિમ તળાવ બનાવાયા હતા. જેમાં ગણેશ પ્રતિમાના વિસર્જન બાદ આ પાણીમાં સ્થાનિક યુવકોને શરીરે ખંજવાળ અને તાવની અસર દેખાતા તમામને સારવાર અપાઇ હતી. નવસારીમાં વિરાવળમાં આવેલી પૂર્ણાં નદીમાં પ્રતિમાઓના વિસર્જન માટે બે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યાં છે. જેમાં દોઢ, 3 અને 5 દિવસના શ્રીજીની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તળાવોમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરનારા 10 જેટલા યુવકો આ બંધિયાર પાણીમાં સતત કામ કરતા હોય શરીરે ખંજવાળ બાદ તાવનો ભોગ બન્યાં હતા. તેઓ બંધિયાર પાણીમાં વિસર્જન થયેલા શ્રીજીની પ્રતિમા પરનો કેમિકલયુક્ત રંગ પાણીમાં ભળી જતા આ પાણી બંધિયાર હોય એલર્જીનો ભોગ બન્યા હતા. જોકે, તમામ યુવકોને સારવાર આપવામાં આવી હોવાનું માહિતી ગણેશ સંગઠન દ્વારા આપવામાં આવી હતી.

 

 

 

 

 

જયારે જિલ્લામાં માનતાના 7 દિવસના ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન ભક્તોએ ઉલ્લાસપૂર્વક કર્યું હતું. જેમાં નવસારીમાં આવેલી પૂર્ણ નદીના 3 ઓવારા વિરાવળમાં 180થી વધુ, ધારાગીરીના ઓવારા પરથી 60, જલાલપોર સંતોષી માતાના મંદિર પાસેથી 40 જેટલી પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. ઐતિહાસિક દાંડીના દરિયામાં 7મા દિવસે સાંજે પોણા સાત વાગ્યા સુધીમાં શ્રીજીની 5 મોટી અને 91 નાની મળી કુલ 96 પ્રતિમાનું વિસર્જન ભકતો દ્વારા કરાયું હતું. આ ઉપરાંત પાંચમા દિવસે 7 મોટી અને 110 નાની મળી કુલ 117 શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application