નવસારીના ચીખલી તાલુકાના કુકેરી ગામના હનુમાન ફળિયામાં એક બંધ ઘરની આસપાસ રાત્રી સમય દરમિયાન દીપડો લટાર મારતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ ગતરોજ તાલુકાના પીપલગભણ ગામે રાત્રીના સમયે રસ્તા ઉપર દીપડો ફરતા આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું હતું. જોકે, છેલ્લા એક સપ્તાહમાં તાલુકાના ગામોમાં અવારનવાર દીપડાઓ દેખાતા સ્થાનિકો લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વનવિભાગ દ્વારા પાંજારૂ ગોઠવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરે તેવી માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application