Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બિરિયાની લારી ચલાવતો ઈસમ ગૌમાંસ સાથે ઝડપાયો

  • August 30, 2021 

નવસારીના ડાભેલ ખાતે બિરિયાનીની લારી ચલાવતો એક ઈસમ પાસેથી ગૌમાંસના પડીકા સાથે ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડાભેલમાં નવી નગરી ખાતે રહેતો અહમદ મહમદ સુજનાઓ નજીક આવેલા તળાવ ખાતે એ-1 બિરિયાની નામક લારી ચલાવતા ઈસમના લારીમાંથી સિલ્વર ફોઈલના કુલ 17 પડીકામાંથી 3 કિલોથી વધુનો ખીમો ગૌમાંસ માંથી બનાવેલા જણાઈ આવતા મરોલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ને મળેલ ફરિયાદને આધારે ઈસમને ઝડપી પાડ્યો હતો. આ ઈસમ અગાઉ પણ ગૌમાંસ રાખવાના ગુના હેઠળ ઝડપાયો હતો. ત્યાં ફરીવાર ગતરોજ આજ ગુના હેઠળ ઝડપાયો હોય ત્યારે આ અંગેની વધુ તપાસ એ.એસ.આઈ.એ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application