નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચે નેશનલ હાઈવે નંબર-48 ઉપર ટેમ્પોને અટકાવી તેમાં તપાસ હાથ ધરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 162 બોટલો મળી આવતા પોલીસે ચાલકની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારી ગ્રીડ પાસે નેશનલ હાઈવે નંબર-48ના મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેક ઉપર એક ટેમ્પો નંબર જીજે/31/ટી/1905માં કોબીજના ગુનો ની આડમાં દારૂ લઈ આવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી વાળો ટેમ્પો આવતા જોઈ તેમાં તપાસ હાથ ધરતા ટેમ્પા માંથી કોબીજના ગુણોની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટની વિદેશી દારૂની 162 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 81,600/- હતી અને પોલીસે ચાલક અલીમુદ્દિન ઉર્ફે સલીમમુદ્દિન તાજુદ્દિન શેખ (રહે.સુરત)નાની વધુ પૂછપરછ હાથ ધરતા તેણે જણાવેલ કે, ભીલાડ આર.ટી.ઓ. ચેકપોસ્ટ નજીકના ખુલ્લા પાર્કિગમાં ટેમ્પો ભરવી આપી સુરત કડોદરા ખાતેના હાઈવે ઉપર મોબીન નામના ઈસમ લઈ જશે એમ જણાવ્યું હતું. આમ, પોલીસે મોબીન નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે દારૂનો જથ્થો 81,600/-, ટેમ્પાની કીંમત 3.50 લાખ અને 1 મોબાઈલ તેમજ રોકડા રૂપિયા મળી પોલીસે કુલ રૂપિયા 4.38 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કય્દેસની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500