બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનનું દિવાળી વેકેશન માણવા આવતા મુસાફરોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું રહ્યું છે જેમાં દિવાળી વેકેશનમાં ટ્રેન બીલીમોરથી વઘઇ સુધી પ્રવાસીઓથી હાઉસફુલ નેરોગેજ ટ્રેનમાં મુસાફરી કરવાનો આનંદ લેવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જેમાં અનેક મુસાફરો બીલીમોરા રેલવે સ્ટેશનથી ઉનાઈ સુધીની ટિકિટ લઇ બીલીમોરાથી ઉનાઈ માતાજીના દર્શનાર્થે પણ આવી રહ્યા છે તેમજ બીલીમોરથી-વઘઇ સુધી લોકો ટ્રેનની સફર કરવાનો માત્ર આનંદ ઉઠાવવા પણ આવી રહ્યા છે.
ઉનાઈથી વઘઇ સુધીની મુસાફરી ખુબ જ આહલાદક અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. જેમાં સરા પાસે આવતો નદી પર બનાવેલો પુલ પરથી ગાડી પસાર થતા ખુબજ રોમાંચક અનુભવ થાય છે. તેમજ કાળાઆંબા, ડુંગરડાથી પસાર થતા ડુંગરો અને જંગલોની પ્રાકૃતિક સૌંદર્યને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ટ્રેનની મુસાફરી કરવા આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationવ્યારા પોલીસ મથકનાં ચોરીનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
April 19, 2025ગણદેવા ગામનાં આમલી ફળિયામાં દીપડાને પુરાવા પાંજરું ગોઠવાયું
April 19, 2025કોઠલી ગામની સીમમાં દીપડો દેખાતા પાંજરું મુકાયું
April 19, 2025અંકલેશ્વરમાં ચોરી થયેલ વાયરોનાં જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા
April 19, 2025