Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસ રેડમાં ગૌમાંસનો 100 કિલોનો જથ્થા પકડાયો, ચાર વોન્ટેડ

  • September 04, 2021 

ચીખલી તાલુકાના આલીપોર ગામેથી ગૌરક્ષકોની મદદથી પોલીસે 100 કિલો ગૌમાંસ ઝડપી પાડી ચાર જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગૌરક્ષકો દ્વારા મળેલ બાતમીના આધારે પીઆઇ તથા તેમના સ્ટાફે ગૌરક્ષકો સાથે આલીપોર ગામના પારડી ફળીયા હનીફ નાગધરીયાના તબેલાની સામે ખુલ્લી જગ્યામાં રેડ કરતા એક કાળા રંગની ગાય તાજી કાપેલ હાલતમાં અને 100 કિલોગ્રામ જેટલું ગૌમાંસ તથા નાના-મોટા છરા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ અને ગૌરક્ષકોને જોઈ અંધારાનો લાભ લઇ નાસી જતા પોલીસે હનીફ નાગધરીયા, કાલુ મુસ્તુફા દિવાન, સાજીદ અબ્દુલ પઠાણ અને અહમદ યુનુસ રંગુની (તમામ રહે.આલીપોર ગામ, તા.ચીખલી) એમ ચાર જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કરી તમામને પકડવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application