Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીમાં અલગ-અલગ જગ્યાએથી પોલીસ રેડમાં જુગાર રમતા 22 જુગારીઓ ઝડપાયા

  • September 01, 2021 

નવસારી જિલ્લાના ચીખલી પીઆઇ અને પીએસઆઇ તેમજ તેમના સ્ટાફે વાંસદા રોડ ઉપર ખૂંધ ગામે આશાબાગની પાછળ વાડીના મકાનના બીજા માળે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેડ કરતા તીન પત્તિનો હારજીતનો જુગાર રમતા અનિલ બાલુ પટેલ (રહે.ખૂંધ-પોકડા), રાજેશ નેમા પટેલ (રહે.તેજલાવ,મોટા ફળીયા), હર્ષદ છગન પટેલ (રહે.મજીગામ,ડેરા ફળીયા), રાજેશ નાનુ પટેલ (રહે.સિયાદા,પ્રધાનપાડા), સ્નેહલ મગન પટેલ (રહે.સમરોલી,શિવનગર સોસાયટી), રાકેશ મનુભાઈ પટેલ (રહે.તલાવચોરા, સામરા ફળીયા), મહેશ મનુ કુકણા પટેલ (રહે.સમરોલી, ધોર ફળીયા) ના ઓને ઝડપી પાડી દાવ ઉપરના રોકડા રૂપિયા 21,800/- તેમજ 6 નંગ મોબાઇલ ફોન, અંગ ઝડતીમાં રોકડા રૂપિયા 1,10,710/- આ કુલ મળી રૂપિયા 1,58,010/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

 

 

 

 

બીજા બનાવમાં વંકાલ ગામના મધ્યા ફળીયામાં દિનેશ પુના પટેલના મકાનમાં આગળના ભાગે આવેલ પતરાના શેડમાં ખુલ્લામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે જઈ રેડ કરતા સ્થળ ઉપરથી દિનેશ પુના પટેલ, રાજેશ મગન પટેલ, સતીશ લલ્લુ પટેલ (ત્રણેય રહે.વંકાલ ગામ, મધ્યા ફળીયા), સુમન લલ્લુ પટેલ અને નટવર લલ્લુ પટેલ (બંને રહે.વંકાલ ગામ, વાણીયા તળાવ), મીનેશ છીબુ પટેલ (રહે.સોમનાથ રેસિડેન્સી, નાંદરખા, તા.ગણદેવી), વિમલ હસમુખ મહેતા (રહે.ચિમોડિયા નાકા, બીલીમોરા), કિશોર નગીનદાસ લાડ (રહે.કાદમ્બરી એપાર્ટમેન્ટ, બીલીમોરા)ના ઓને ઝડપી પાડી દાવ પરના રોકડા રૂપિયા 12,250/- તેમજ 8 નંગ મોબાઈલ અને અંગ ઝડતીના રૂપિયા 66,500/- આમ કુલ મળી રૂપિયા 1,05,250/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

 

 

 

 

જ્યારે એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ નેશનલ હાઇવે પર હોન્ડ ગામ સ્થિત સતનામ ધાબાની પાછળ આવેલ રૂમમાં સતનામ ધાબુ ચલાવતા પ્રકાશસિંગ ગનુસિંગ (રહે.બીલીમોરા) બહારથી ઇસમોને બોલાવી રૂમમાં જુગાર રમવા માટેની સગવડ પુરી પાડી તેઓ સાથે ગંજીપાનાનો તીનપતિનો હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરતા પ્રકાશસિંગ ગનુસિંગ લબાના (રહે.રાજહંસ કોમ્પલેક્ષ, એલએમપી સ્કૂલની સામે, બીલીમોરા), મનસુખ સવા રાજપૂત (રહે.સોનલ પાર્ક, તિથલ રોડ, વલસાડ), ભાવેશ શંકરલાલ દામા (રહે.છીપવાડ ઓધવનગર, વલસાડ), નરેન્દ્ર ઉર્ફે નરેશ બચુ ઠક્કર (રહે.શાંતિનગર ટાઉનશીપ,બીલીમોરા), હુસેન મહંમદ રાઉમા (રહે.ચકાચકની ગલી, મોગરાવાડી, વલસાડ), કમલેશ ઉર્ફે કલ્પેશ ધીરૂભાઇ કોળી પટેલ (રહે.ગુરિયા ધકવાડા, તા.ગણદેવી)ના ઓને ઝડપી પાડી દાવ ઉપરના રોકડા રૂપિયા 5200/- તેમજ અંગ ઝડતીના રોકડા રૂપિયા 3,02,200/- અને નાળ પેટે ઉધરાવેલ રૂપિયા, તથા 6 નંગ મોબાઈલ, ઇકો સ્પોર્ટ કાર આમ કુલ મળી રૂપિયા 8,68,500/-નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application