ચીખલી તાલુકાના મલિયાધરા ગામની યુવતીના લગ્ન મે-૨૦૧૫માં ચીખલીના ખૂંધ ગામે રહેતા જયકુમાર પટેલ સાથે થયા હતા અને લગ્ન બાદ સાસુ-સસરાએ ચઢાવતા પતિ નાની-નાની બાબતે ભૂલો કાઢી તારા મા-બાપે તને કોઈ કામ શીખવાડ્યું નથી તેવા આક્ષેપો કરી ઘરમાં કામ વાળી હોય તેમ રાખી અવાર-નવાર ગુસ્સે થઈ ઢીક-મુક્કીનો માર મારતો આવેલ અને નંણદ તથા નંદોઈ પણ દહેજ બાબતે માંગણી કરી તેણીના પિતા અમેરિકા હોય મોટી મોટી વસ્તુઓની માંગણી કરી તે ન સંતોષાય તો ઝઘડા કરી માર મારતો હોય અને વધુમાં પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોય દિવાળીના દિવસે કોઈપણ કારણવિના બાથરૂમમાં પુરી ઢોર માર મારી ખાવાનું પણ ન આપી બહાર પણ ન નીકળવા દીધેલ અને અગાઉ એક વખત ખેંચ આવતા હોસ્પિટલમાં પણ ન લઈ ગયેલા અને સાસુ-સસરા મને ખેંચી ને લઈ જતા અને સાસુ પકડી રાખી મારમારતા આવેલ હતા. લગ્ન જીવન દરમિયાન સંતાન પ્રાપ્ત થયેલ ન હોય તે બાબતે પણ મહેણા ટોણા મારતા હતા.
પરંતુ મેડિકલ રિપોર્ટમાં મારા પતિમાં ખામી હોવાથી સંતાન પ્રાપ્ત ન આવવા છતાં પણ હેરાન પરેશાન કરતા હતા. વધુમાં ૨૩/૧૦/૨૦૧૭ થી ૩૦/૦૯/૨૦૨૦ સુધીનો તમામ પગાર પણ લઈ લીધો હતો અને ૦૬/૦૮/૨૦૨૧ના રોજ નવસારી મહિલા પોલીસમાં લેખિત અરજી પણ આપી હતી ત્યા ગોઠવેલ સામાજિક બેઠકમાં ૫૦ જેટલા લોકોને બોલાવી અપમાન કરેલ સાથે કેસ કરવા ના પાડી કોઈને પણ કહેશે તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી પણ આપી હોવા સહિતની ફરિયાદમાં પોલીસે પતિ જયકુમાર મંગુભાઇ પટેલ (પતિ), મંગુભાઇ ઢેડાભાઈ પટેલ (સસરા), ચંદનબેન મંગુભાઇ પટેલ (સાસુ) (ત્રણેય રહે.સર્વમંગલ એપાર્ટમેન્ટ કોલેજ રોડ ખૂંધ,તા.ચીખલી) તથા નણંદ પૂજા દેવેન્દ્ર પટેલ, નંદોઈ દેવેન્દ્ર નરસિંહ પટેલ (રહે.સમરોલી,ધોડ ફળીયા,તા.ચીખલી) સામે શારીરિક-માનસિક ત્રાસ ગુજારવા અને દહેજ ધારાની જોગવાઈ મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500