Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ, ત્રણ વોન્ટેડ

  • October 08, 2021 

નવસારીના ચીખલી તાલુકાના સરૈયા અંબિકા નદીના પુલ પાસેથી કાર માંથી રૂપિયા ૧.૯૦ લાખનો વિદેશી દારૂ સાથે  એકની ધરપકડ કરી જયારે ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી ટાંકલ-સણવલ્લા રોડ ઉપર સરૈયા અંબિકા નદીના પુલના છેડે કાળા રંગની હુંડાઈ સેન્ટફી કાર નંબર જીજે/21/એએચ/8998ને અટકાવી તેમાંથી ટીન બિયર નંગ 1965  જેની કીંમત રૂપિયા 1,90,500/- અને કાર સહિત રૂપિયા 7,94,500/-નો મુદ્દામાલ કબ્જે કરી કેયુર રોહિત ભંડારી (ઉ.વ.26, રહે.મરી માતાના મંદિર પાસે,બારડોલી) ની ધરપકડ કરી દારૂનો જથ્થો ભરી આપનાર જીગર ઉર્ફે જીગો પટેલ (રહે.ભેંસરોલ,દમણ) તેમજ દારૂની જથ્થો મંગાવનાર ભરત રાઠોડ (રહે.પલસાણા) અને રાજુ વસાવા (રહે.કામરેજ) એમ ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application