નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામે તાત્કાલિક અસરથી આગામી તા.૨૯/૦૬/૨૦૨૧ સુધીના દિવસ દરમિયાન રોજ સવારના ૬-૦૦ વાગ્યાથી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી અથવા કાર્યકક્રમ પુર્ણ થાય ત્યાં સુધી નવસારી જિલ્લાના અધિકારીઓ/કર્મચારીઓનો ફાયરીંગ તથા અશ્રુવાયુની પ્રેકટીસ યોજાશે.
જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.જે.રાઠોડે એક જાહેરનામા દ્વારા ગોળીબાર પ્રેકટીસ દરમિયાન આજુબાજુના રહીશો તેમજ બહારના કોઇ અનઅધિકૃત વ્યકિતઓને ફરવા કે ઢોરઢાંખર પ્રવેશ પર ફાયરીંગ બટ વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application