Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી પોલીસ સ્ટેશન નજીક જુગાર રમતા ઈસમો ઝડપાયા

  • September 02, 2021 

ચીખલી પોલીસ સ્ટેશન નજીકથી વરલી મટકાના જુગારધામ પર પોલીસે છાપો મારી એક ઈસમને ઝડપી પાડી રોકડા રૂ.૩૫,૩૨૦/- કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચીખલી પોલીસ મથકેથી ૧૦૦ મીટરના અંતરે આવેલ દભાડ મહોલ્લામાં રહેતા અબ્દુલ કરીમ મહમ્મદ લાકડાવાલાના ઘરની બહાર જાહેર રોડ ઉપર વરલી મટકાનો હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે, ચીખલી પીઆઇ તથા તેમના સ્ટાફે છાપો મારતા આવતા જતા ઈસમો પાસેથી ગેરકાયદેસર રીતે મિલન બજાર, કલ્યાણ બજાર, ટાઈમ ઓપન તથા મેઈન બજારના વરલી મટકાના આંક ફરકના આંકડાઓ ઉપર પૈસા વતી લગાડી હાર જીતનો જુગાર રમી રમાડતા અબ્દુલ કરિમ મહમ્મદ લાકડાવાલાને પોલીસે રંગે હાથે ઝડપી પાડી ટેબલ ઉપર મુકેલ રોકડા રૂપિયા ૧૪,૩૨૦/- તેમજ અંગ ઝડતી લેતા રોકડા રૂપિયા ૨૦,૦૦૦/- તથા બે નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ૩૫,૩૨૦/- સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલોસની રેડ જોઈને ભાગી જનાર બશીર મહોમ્મદ લાકડાવાલા (રહે.દભાડ મહોલ્લો તા.ચીખલી) ને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ કરી રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application