નવસારીના સંદલપોર ગામના સાળા-બનેવી ગણેશ વિસર્જન પતાવી બાઈક પર ઘરે જતા હતા. તે સમય દરમિયાન અચાનક જીવંત વીજતાર બાઈક ચાલક યુવક પર પડતાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જેમાં સાળાનું વીજ કરંટ લાગતા સારવાર અર્થે નવસારી સિવિલમાં લઈ જતાં સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે બનેવીને ઈજા થઇ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જલાલપોરના સંદલપોર ગામે રહેતા ભાવિનભાઈ રાજુભાઇ રાઠોડ (ઉ.વ.18) જેના ફળિયામાં 5 દિવસના ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવા તેમના બનેવી સંતોષ નાનુભાઈ રાઠોડ સાથે બાઈક નંબર જીજે/19/બી/3299 પર નીકળ્યા હતા અને તેઓ સાંજે 7 વાગ્યાના અરસામાં ગામમાં આવેલી ખાડીમાં વિસર્જન કરી સંદલપોરના માતા ફળિયાથી ડોડીયા ટેકરી તરફ જતા રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક વીજતાર નીચે પડ્યા હતા, જે વીજતાર બાઈક ચલાવતા ભાવિન રાઠોડના ગળા ઉપર પડતા કરંટ લાગ્યો હતો જેથી બાઈક સ્લીપ થઈ જતા પાછળ બેસેલા સંતોષભાઈને પણ કરંટ લાગતા તે દૂર ફેંકાઈ ગયો હતો. ભાવિન રાઠોડને કરંટ લાગતા તે બેભાન થઈ ગયો હતો. આ ઘટના બાદ ગ્રામજનો ભાવિન રાઠોડને સ્થાનિક હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે ભાવિન રાઠોડને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મૃતકના બનેવી સંતોષ રાઠોડએ ફરિયાદ આપતા પીએસઆઈ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application