Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેરગામનાં જામનપાડા ગામે અજાણ્યા વાહન અડફેટે આવતાં એકટીવા સવાર 2 યુવકનાં મોત

  • December 11, 2021 

નવસારીનાં ખેરગામ તાલુકાનાં જામનપાડા ગામેથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર ગત તા.7 ડિસેમ્બરે રાત્રીના સમયે રૂમલાથી ધરમપુર તરફ જતાં રોડ ઉપર ભારે વાહનના ચાલકે આછવણી હટી ફળિયાના એકટીવા સવાર 2 યુવકોને અડફેટે લેતા એકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજેશભાઈ ઇશ્વરભાઇ ગાવડાએ ખેરગામ પોલીસ મથકે આપેલી ફરિયાદ મુજબ જામનપાડા ગામે છગનભાઈના ઘરની સામે રાનકુવા કરંજવેરી રાજ્ય ધોરી માર્ગ ઉપર જામનપાડા ખાતે હટી ફળિયાના હર્ષદ ડાહ્યાભાઈ ગાવડા અને જયદીપ મોહનભાઈ ગાવડા એકટીવા સ્કૂટર પર સવાર થઈ રાત્રીના સમયે ઘરે આવી રહ્યા હતા.તે દરમિયાન પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી જતા અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા બાઇકને અડફટે લેતા બાઇક ઉપર સવાર બંને યુવકોને શરીરે ગંભીર ઈજા થતાં જયદીપ નામના એક યુવકનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જયારે આ યુવક છેલ્લા કેટલાક સમયથી પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યો હતો. જ્યારે અન્ય બીજો યુવક હર્ષદનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બંને યુવકોના મોતથી હટી ફળીયામાં માતમ છવાયો ગયો હતો. બનાવ અંગે અકસ્માત કરી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application