ચીખલી પોલીસે આલીપોરથી શંકાસ્પદ બાયોડિઝલનું ટેન્કર માંથી વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો અને એકને વોન્ટેડ જાહેર કરી પ્રવાહી ભરેલ ટેન્કર ડિસ્પેન્સરી મશીન સહિત 24.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચીખલી પોલીસ પેટ્રોલિગમાં હતી તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે, આલીપોરના ડુંગરી ફળીયા વિસ્તારમાં કનેરીયા ક્વોરીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં પ્રકાશ મારવાડી તેમના માણસો મારફત ટેન્કર ઉભું રાખી ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ કરે છે. જેથી મળેલ બાતમીના આધારે, પોલીસે સ્થળ ઉપર જઈ રેઈડ કરતા એક ટેન્કર નંબર જીજે/01/ડીવાય/0033માં નોઝલ પાઇપ સાથેનું એક ડિસ્પેન્સરી મશીન ચાલુ હાલતમાં પાસ પરમીટ અને ફાયર સેફટીના સાધનો વિના શંકાસ્પદ બાયોડિઝલનું વેચાણ કરતા જયરામ ભારત રઘુવર યાદવ (રહે.શિલ્પ એપાર્ટમેન્ટ બલીઠા,વાપી) ને ઝડપી પાડી ટેન્કરની કિંમત રૂપિયા 10 લાખ, ડિસ્પેન્સરી મશીન રૂપિયા 5 લાખ અને ટેન્કરમાંનુ પ્રવાહી તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 24,75,500/-નો મુદ્દામાલ કબ્જે કરી પ્રકાશ મારવાડી (રહે.આલીપોર વાંઝરી ફળીયા,તા.ચીખલી) ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500