Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ૨૧ પ્રકારની દિવ્યાંગ સાધન સહાય યોજના અમલમાં મૂકાઇ

  • June 02, 2021 

નિયામક, સમાજ સુરક્ષા વિભાગ ગાંધીનગર દ્વારા ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યકિતઓનો ક્રુત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજીક પુન સ્થાપન થાય તે હેતુથી દિવ્યાંગ સાધન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે.

 

 

 

 

આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીને તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો અને સ્વરોજગારલક્ષી સાધનો રૂ.૨૦,૦૦૦/-ની મર્યાદામાં આપવામાં આવે છે. ધ રાઇટ ઓફ પર્સન્સ વીથ ડિસેબીલીટીઝ એક્ટ-૨૦૧૬માં દર્શાવેલ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતી દિવ્યાંગ વ્યકિતને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ૧૬ વર્ષની નીચેના વ્યકિતને રોજગારલક્ષી સાધનો મળવાપાત્ર નથી.

 

 

 

 

૨૧ પ્રકારની દિવ્‍યાંગતા યોજનામાં અંધત્વ, આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય, સાંભળવાની ક્ષતિ, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ, ઓછી દ્રષ્ટિ, ધ્રુજારી સ્નાયુબદ્ર કઠોરતા, બૌદ્રિક અસમર્થતા, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા, રકતપિત-સાન્‍ન થયેલા, દીર્ધકાલીન અનેમિયા, એસીડના હુમલાનો ભોગ બનેલા, હલન ચલન સાથેની અશકતતા, સેરેબલપાલ્સી, વામનતા, માનસિક બિમાર, બહુવિધ સ્ક્રેલેરોસિસ- શરીરની પેશીઓ કઠ્ણ થવાની વિકૃતિ, ખાસ અભ્‍યાસ સંબંધિત વિકલાંગતા, વાણી અને ભાષાની અશકતતા, ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ, મલ્ટીપલ ડિસેબીલીટીનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

 

 

 

 

આ યોજનાનો લાભ મેળવવા https://esamajikalyan.gujarat.gov.in પર તા.૩૦/૦૬/૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી અથવા જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ભોંયતળિયે, જિલ્‍લા સેવા સદન, જુનાથાણા નવસારીની કચેરીને અરજી કરવાની રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application