નવસારીના ખેરગામ તાલુકામાં શરૂઆતમાં ધીમી ગતિએ શરૂ થયેલી રસિકરણની કામગીરી કોરોનાની બીજી લહેર બાદ આરોગ્ય વિભાગના પ્રયાસ અને લોક પ્રતિનિધિઓના સહયોગથી લોકોમાં રસી બાબતે જાગૃતિ આવતા અને તાલુકામાં રસીના પૂરતા ડોઝ મળવાનું શરૂ થતાં આરોગ્ય વિભાગ દ્વારા રસિકરણની કામગીરી ઝડપી બનાવવામાં આવી હતી અને તાલુકામાં કોવેકસીન અને કોવિશિલ્ડ રસીકરણના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ કરવાની સિદ્ધિ સમગ્ર દક્ષિણ ગુજરાત અને નવસારી જિલ્લામાં સૌપ્રથમ ખેરગામ તાલુકાએ હાંસલ કરી હતી. જે બદલ ચિંતુબા હોસ્પિટલના તબીબ દંપતી ડો.નિરવ ભુલાભાઈ પટેલ અને ડો.દિવ્યાંગી પટેલ દ્વારા ખેરગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભરત પટેલ, ડો દિવ્યાંગ પટેલ સહિત આરોગ્ય વિભાગના તમામ તબીબો, નર્સ, આશાવરકર સહિત 170 જેટલા આરોગ્ય કર્મીઓનું પ્રમાણપત્ર, પુષ્પગુચ્છ અને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ડો.નિરવ પટેલે જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં ખેરગામને મળેલી 100 ટકાની સિદ્ધિ બદલ આરોગ્ય ટીમની કામગીરી બિરદાવી હતી.ડો.ભરતભાઇ પટેલે સન્માન બદલ તબીબ દંપતિનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application