નર્મદા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર રોડ સેફટી ના નામે વાહન ચાલકો પાસે રાત્રીના સમયે રોડ સેફ્ટીના નામે રોડ સેફ્ટી સંસ્થાની રજસ્ટ્રેશન વગરની સાદી રસીદો ૨૦૦ રૂપિયા ની બનાવડાવી નર્મદા જીલ્લાના અલગ અલગ જગ્યાએ હાઇવે ઉપર રાત્રીના સમયે વાહનો ઉભા રખાવી વાહન ચાલકોને રીફ્લેક્ટર આપી ખોટી રીતે પૈસા ઉઘરાવતા જણાઇ આવતા નર્મદા એલસીબી ટીમે સુભાષ વીરસિંગ ગોડ, ગુરદિપસિંહ રામકુમાર,નરેન્દ્ર પુર્ણસિંહ બલોદા પવન કુમાર દિલબાગસિંહ જાટ્ટ,અમીતકુમાર રામનિવાસ જાટ્ટ, રમેશકુમાર રામલુભાયા,તમામ રહે.હરિયાણા તેમજ ડ્રાયવર મુસ્તાકભાઇ અલીભાઇ પટેલ રહે,મહુઘાલા તા,જી-ભરુચ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ માટે તિલકવાડા પો.સ્ટે માં સોંપ્યા છે.( ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application