વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારશ્રી દ્વારા રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરી સમૃદ્ધ બનાવવા માટે અનેક યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે ખેતીવાડી વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને ખેતીવાડીની વિવિધ યોજના માટે કુલ રૂ.૧૩૩૮ લાખની જોગવાઇ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂત કુટુંબને વાર્ષિક રૂા.૬૦૦૦/-ની સહાય આપવામા આવે છે. જે ખેતીને લગતી સાધન-સામગ્રી જેવી કે બિયારણ, ખાતર વગેરે ખરીદવામા મદદરૂપ થાય છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી ૧૭ હપ્તા પેટે જિલ્લામાં કૂલ રૂા.૨૧૯૩.૧૬ કરોડની રકમ ચુકવવામાં આવેલ છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી પાસેથી મળેલ માહિતી અનુસાર વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ખેતીવાડી ખાતાની એ.જી.આર-૫૦ યોજના અંતર્ગત જિલ્લાના ૫૧૦ ખેડૂતોને ટ્રેક્ટર સહાય પેટે રૂ. ૨૪૬.૬૦ લાખની સહાય, કૃષિ યાંત્રીકીકરણ યોજના અંતર્ગત ટ્રેક્ટર સંચાલિત સાધનો જેવા કે રોટાવેટર, કલ્ટીવેટર, પ્લાઉ ની ખરીદી પર સહાય યોજના હેઠળ ૭૭૫ ખેડૂતોને રૂ.૨૦૨.૭૭ લાખ સહાય, સિંચાઇ સુવિધા માટે પંપસેટ તથા પાઇપ લાઇનની સુવિધા ઉભી કરવા માટે જિલ્લાના ૩૦૦ જેટલા ખેડૂતોને ગત નાણાકીય વર્ષ દરમિયાન રૂ.૬૮.૩૨ લાખ સહાય ચુકવણી કરવામા આવેલ છે. જ્યારે ચાલુ વર્ષે ખરીફ-૨૦૨૪ ઋતુ દરમ્યાન જિલ્લાના ૧૬૦૭ જેટલા ખેડૂતોને વિવિધ યોજનાઓ અંતર્ગત નિદર્શન ઘટક હેઠળ રૂ. ૮૦.૧૧ લાખની સહાયથી સારી ગુણવત્તાવાળા બિયારણ અને જરૂરી ઇનપુટનું વિતરણ કરવામાં આવેલ છે.
ગુજરાત સરકારથી દ્વારા ખેડૂતોને ગુણવત્તા યુક્ત બિયારણ મળી રહે અને વધુ ઉત્પાદન આપતી નવી જાત અપનાવે અને ઉત્પાદનમાં વધારો થાય તેવા હેતુથી ૧૦૦% રાજ્ય પુરસ્કૃત સીડ રીપ્લેશમેન્ટ રેટ (SRR) યોજના અંતર્ગત વિવિધ પાકોના પ્રમાણિત બિયારણો સહાયના ધોરણે આપવા માટેની યોજના હેઠળ સોયાબીન પાક માટે ખરીફ-૨૦૨૪ ઋતુ દરમિયાન રૂ. ૧૨.૦૦ લાખની સહાયથી ૩૦૦ ક્વીન્ટલ બિયારણનું વિતરણ કરવામાં આવેલ છે. સ્માર્ટફોનના માધ્યમથી હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ઉપદ્રવની માહિતી, ખેડુત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પધ્ધતિ, રોગ-જીવાત નિયંત્રણની તકનીકી માર્ગદર્શન દ્વારા આકસ્મિક આપદાઓ સામે પોતાના ખેતી પાકોના રક્ષણ માટે જરૂરી પગલાંઓ લઇ ઉભા પાકોનું તેમજ લણણી થયેલ પાકોનું સંરક્ષણ કરી આકસ્મિક નાણાકીય નુકશાન સામે રક્ષણ મેળવી શકે એ હેતુથી રાજ્ય સરકારશ્રીની સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના હેઠળ ચાલુ વર્ષ દરમિયાન ૨૨૫ જેટલા લાભાર્થી ખેડૂતો દ્વારા ખરીદ કરવામાં આવેલ સ્માર્ટફોન પર રૂ. ૧૨.૭૮ લાખની સહાય ચુકવણાની કાર્યવાહી પ્રગતિમાં છે.
ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ તારીખ ૧૩/૧૧/૨૦૧૮ના ઠરાવથી અકસ્માતથી ખેડૂત ખાતેદાર મૃત્યુના કિસ્સામાં તેમજ અકસ્માતથી બે અંગની કાયમી અપંગતાના કિસ્સમાં રૂ.૧.૦૦ લાખની વિમા સહાય વધારી રૂ. ૨.૦૦ લાખ કરવામાં આવી છે. અને ખાતેદાર ખેડૂત અને તેમના વારસદાર પતિ, પત્નિ તથા પુત્ર, પુત્રી તમામને સમાવી લેવામા આવ્યા અને ખેડૂતલક્ષી નિર્ણયો કરવામા આવ્યા. જે અંતર્ગત અત્રેના જિલ્લામાં આજદિન સુધી ૭૫ અરજીઓ મંજુર કરી વિમા નિયામકશ્રી, ગાંધીનગર દ્વારા અરજદાર લાભાર્થીઓને વળતર પેટે રૂ. ૧૫૦.૦૦ લાખનુ ચુકવણું કરવામાં આવેલ છે. કુદરતી આપદાઓ જેવી કે ભારે વરસાદ, પુર તથા કમોસમી વરસાદથી થતી પાક નુકશાનીથી ખેડૂતોને ઉભી થયેલ મુશ્કેલીમાં રાજય સરકારશ્રી ધ્વારા ખેડૂતોને મદદરૂપ થવા વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ૧૧૧૧ જેટલા ખેડૂતોને કૂલ રૂ. ૯૩.૦૩ લાખની ઇનપુટ સહાય પેટે ચુકવણી કરવામાં આવેલ છે.
જ્યારે ચાલુ વર્ષ દરમ્યાન મે માસમાં થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકશાની પેટે જિલ્લાના ૪૨૬ ખેડૂતોને કૂલ રૂ. ૩૯.૯૫ લાખની સહાયની ચુકવણીની કાર્યવાહી પુર્ણ કરેલ છે. ખેડૂતોના પાકને રોજ અને ભુંડ જેવા જંગલી પશુઓથી થતા નુકશાન સામે રક્ષણ આપવાના હેતુસર ખેડૂત સમુદાયની માંગને ધ્યાને લઈ ખેતરની ફરતે કાંટાળા તારની વાડ બનાવવાની યોજના તથા સોલાર ફેન્સીંગ બનાવવા ઇચ્છતા ખેડૂતો માટે પણ સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં સહાયની યોજના હેઠળ રાજય સરકારશ્રી ધ્વારા લાભ આપવામાં આવી રહેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500