Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા 2 આરોપીઓ ઝડપાયા

  • February 05, 2021 

નર્મદા જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડવા એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી જીલ્લાના અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડી જે તે પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે સોંપવામાં આવ્યા છે. જેમાં ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા ગૌતમભાઇ અરવિંદભાઇ પટેલ રહે.કર્વી,તા.ઉંઝા.જી.મહેસાણા નાસતા ફરતા હોય જેને ઉંઝા ખાતેથી પકડી ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા હતો.

 

 

જયારે રાજપીપળા પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુનામાં  નાસતો ફરતો આરોપી શબ્બીરખાન રસુલખાન પઠાણ રહે.વોરા કોલોની જી.વડોદરાને પકડી રાજપીપળા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતો.(ભરત શાહ દ્વારા રાજપીપળા)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application