ડેડીયાપાડાના બેડવાણ ખાતેની બેંક ઓફ બરોડા લૂંટવાના ઇરાદે બે આરોપીઓ પૈકી સંદિપ જેઠાભાઇ વસાવા રહે.જરગામ તા.દેડીયાપાડા તથા એક અજાણ્યો ઇસમએ બેંક ઓફ બરોડા શાખામા જોઇંટ મેનેજર પવનકુમાર નાગરાજુ શેટ્ટી સાંજે બેંક બંધ કરી દેડીયાપાડા ખાતે પોતાના ઘરે જવા પોતાની સ્કુટી ગાડી લઈ નીકળેલા હતા.
તે દરમિયાન ચીકદા ગામે બંને આરોપીઓ એ બેંક ઓફ બરોડા નાની બેડવાણ બેંક લુટવાના ઇરાદે મેનેજરને રસ્તામાં રોકી તેમની પાસેથી બેંકની ચાવીઓ ભરેલ બેગ ઝુંટવી લઇ અને ડંડા વડે મારમારી 1000/-રૂપિયાની લુંટ કરી હોય બુમાબુમ થતા ત્યાં નિરજકુમાર ઈશ્વરર્સિંહ પ્રજાપતિ આવી જતા તેઓ મેનેજરને છોડાવવા જતા બન્ને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી બેંકના જોઈન્ટ મૅનેજરના રોકડા રૂપિયા 1000/-ની લુંટ કરી નાસી ગયા હતા.
જોકે ડેડીયાપાડા પીએસઆઇ એ.આર.ડામોર અને ટીમે આ ઘટનાને અંજામ આપનાર બે આરોપીઓમા સંદિપ જેઠાભાઇ વસાવા તથા રાહુલ ગેમલભાઈ વસાવાને ગણતરીના કલાકોમાં જ મુદામાલ સાથે ઝડપી લીધા હતા.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500