નર્મદા જિલ્લામાં આગામી તા.૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી અને ચૂંટણી સાથે સંકળાયેલ અન્ય સ્ટાફ સહિત કુલ-૭૦ જેટલાં અધિકારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમી આયોજન અન્વયે રાજપીપળા આંબેડકર હોલ ખાતે ઇન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં તાલીમ યોજાઇ હતી.
નાંદોદના પ્રાંત અધિકારી કે.ડી.ભગતે તાલીમમાં મતદાનનાં દિવસે સમયસર કરવાની થતી કામગીરી અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ તાલીમમાં ચૂંટણીના માસ્ટર ટ્રેનર સુરેન્દ્રકુમાર ચંદુભાઇ ગામીતે EVM, VVPAT ના પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application