ભારત સરકાર દ્વારા દર વર્ષે યોજાતા નેશનલ ચિલ્ડ્રન સાયન્સ સ્પર્ધાનું આયોજન ગુજકોસ્ટ, મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ થતું હોય છે જયારે આ વર્ષે તમામ સપર્ધાઓ ઓનલાઇન કરવામાં આવી જેમાં નર્મદા જિલ્લામાં મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લામાંથી 49 જેટલા પ્રોજેક્ટોની રજુઆત થઇ હતી. જેમાં 6 પ્રોજેક્ટોને રાજ્યકક્ષાએ પસંદગી મળી અને રાજ્ય કક્ષાએ રજુઆત કરતા જિલ્લાના બોરીદ્રાની પ્રાથમિક શાળાનો કોરોનામાં આયુર્વેદિક ઉકાળાનો પ્રોજેક્ટ પ્રથમ નંબરે આવ્યો છે. જે હવે રાષ્ટ્રીય કક્ષાએ રજુ થનાર હોય જેથી આ પ્રોજેકટ નર્મદા જિલ્લાનું નામ રોશન કરશે.
આ વર્ષે કોરોના કાળને લઈને ઓનલાઇન સ્પર્ધા રાખવામાં આવી જેમાં ઓનલાઇન પ્રોજેક્ટો મંગાવવામાં આવ્યા અને અંતરિયાળ શાળાઓએ વિડિઓ દ્વારા જિલ્લા કક્ષાએ મોકલ્યા હતા. જેમાં મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા દ્વારા આયોજિત NCSC ઓનલાઈન કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે અમીષાબેન પવાર અને બેંગલોર ના ડૉ.શેખર સારાભાઈએ 49 પ્રોજેક્ટોને જોઈ 6 પ્રોજેક્ટોની પસંદગી રાજ્ય કક્ષાએ પહોંચે એ માટે પસંદગી કરી છે. સમગ્ર આયોજન ગુજકોસ્ટ ગુજરાતના કથન કોઠારી અને મંથન લોક વિજ્ઞાન કેન્દ્રના જિલ્લા કોર્ડીનેટર ભરત ડોડીયા અને કલ્પના રજવાડી દ્વારા કરવામાં આવ્યું હતું.
મંથન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજપીપળા દ્વારા તાજેતરમાં લેવાયેલ ઓનલાઈન ડિજીટલ સ્પર્ધામાં બોરિદ્રાની ધોરણ 8ની બે બાળાઓએ અલગ-અલગ બે સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યાં હતા. શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાના માર્ગદર્શન હેઠળ જયાબેન વસાવા ધો.8 એ પોતાની શૈલીથી કોરોના જેવી વૈશ્વિક મહામારીમા સામાન્ય થતી શરદી,ખાંસી અને તાવમાં રાહત મળે તેવા હેતુથી રોગ પ્રિકારકશક્તિ માટે આયુર્વેદિક ઉકાળાના મહત્વનો અભ્યાસ આ સંશોધન પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જેની સાથે નર્મદા જિલ્લાના કુલ 6 પ્રોજેક્ટો રજુ થયા હતા હોય જેમાં કોરોનામા સૌથી ગુણકારી એવા આયુર્વેદિક ઉકાળો કેવી રીતે બને જેના ફાયદાને લઈને નિર્ણાયકો દ્વારા આ કૃતિને રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામી છે. જે આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડશે તેમ લાગી રહ્યું છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500