32માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરુપે રાજપીપળા એસ.ટી ડેપો ખાતે એસ.ટી.ડેપો ઓફીસ, સ્ટાફ, ડ્રાઈવર, તેમજ કંડકટરના વિનામૂલ્યે આરોગ્ય તપાસણીના કેમ્પનુ આયોજન ડીસ્ટ્રીકટ એન.સી.ડી.સેલ, જનરલ હોસ્પિટલ રાજપીપળાના સહયોગથી કરવામાં આવ્યુ હતુ.
આ કેમ્પમાં ફ્રીમાં ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું સાથે જરૂરી દવાઓ આઈ.ઇ.સી.નુ વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પનુ આયોજન ડી.પી.સી એનસીડી તેમજ તેમની ટીમ, ડિસ્ટ્રિક્ટ એનસીડી સેલ, જનરલ હોસ્પિટલ રાજપીપળા, નર્મદા પોલીસ, જિલ્લા ટ્રાફીક પી.એસ.આઈ કે.એલ. ગલચર, એ.આર. ટી.ઓ.આસલ તેમજ તેમની ટીમ,એસ.ટી.ડેપો મેનેજર પી.પી.ધામા તેમજ ટીમ અને જલારામ ચશ્માના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યુ હતુ. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500