રાજપીપળા સબજેલ પાસે ચાલતા પુરોહિત હોટલ એન્ડ ગેસ્ટ હાઉસનાં મેનેજર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ થતાં અન્ય હોટલ ગેસ્ટ હાઉસ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એસઓજી પીઆઇ કે.ડી.જાટની ફરિયાદ મુજબ રાજપીપળા સબજેલ પાસે આવેલા પુરોહિત હોટલ એન્ડ ગેસ્ટ હાઉસનાં મેનેજર વિજયભાઇ બચુભાઇ વસાવા (રહે.દેશમુખ ફળીયા,રાજપીપળા) એ ગેસ્ટ હાઉસનાં રીશેપ્શન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કોમ્યુટરમાં નર્મદા જીલ્લા પોલીસ તરફથી વેબ ડિઝાઈન કરેલ પથિક સોફ્ટવેર ઈસ્ટોલ રાખવા અંગેનું જાહેર કરેલ અને જાહેરનામાનો અમલ કરવા સુચના હોવા છતા તેની ફરજ દરમિયાન પથિક સોફ્ટવેર અંગે કોઈ પ્રકારની અમલવારી નહી કરતા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application