Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારી કોલેજ સામે બે વાહનો વચ્ચે અકસ્માત, 2ને ગંભીર ઈજા

  • February 09, 2021 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવેલી સરકારી વિનિયન કોલેજની સામે એક બોલેરો ગાડીના ચાલકે પોતાની ગાડી બેફામ હંકારી મોટર સાઈકલ સાથે અકસ્માત કરતા મોટર સાઈકલ પર જઈ રહેલા બે ને ગંભીર ઇજાઓ થઈ હતી.

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નિતેશભાઈ રાયસીંગભાઈ વસાવા(રહે.કોયલી,તા.નેત્રંગ જી.ભરૂચ)ની ફરિયાદ મુજબ તેઓ તેમની મોટર સાઈકલ નંબર જીજે/16/સીઆર/1886 ઉપર જતાં હતાં. તે સમય દરમિયાન ડેડીયાપાડાની સરકારી વિનિયન કોલેજ સામે એક બોલેરો પિકપ ગાડી નંબર જીજે/22/યુ/2978ના ચાલકે પોતાની ગાડી ગફલત ભરી રીતે હંકારી લાવી મોટર સાઈકલ સાથે અકસ્માત કરતા તેમના હાથના કાંડા પાસે ફેક્ટર કરી તથા બચીબેનને પગના ઘુંટણથી  ફેક્ટર કરી બોલેરો લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી  વધુ તપાસ હાથ ધરી હતી. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application