સાગબારામાં એક યુવક દ્વારા યુવતીને જાહેરમાં ધમકી આપી હુમલો કરવાની ઘટના સામે આવી છે. જોકે યુવકે યુવતીને અંગત ફોટા વાઇરલ કરી બદનામ કરવાની ધકમી આપી અને ‘મળવા કેમ નથી આવતી’ કહી કાચની બોટલ વડે જીવલેણ હુમલો કરતા પંથકમાં ચકચાર મચી હતી. મળતી માહિતી મુજબ, સાગબારાનાં બોરડી ફળિયાનાં દેવેન્દ્ર સીંગ્યાભાઇ વસાવાએ એક યુવતીનો મોબાઇલ ફોન હાથમાંથી લઈ બીરસામુડા ચોકથી તેનો પીછો કર્યો હતો.
જયારે ધવલીવેર ગામ પાસે રોડ ઉપર મોબાઇલ ફોન તોડી નાખી સીમકાર્ડ કાઢી લીધું અને ફરીથી સાંજના યુવતીનાં ઘર પાસે આવેલ પાણીની ટાંકી પાસે યુવતી પાણી ભરવા ગઈ હતી, ત્યાં પણ પીછો કરી યુવતીને પકડી લઇ ખેચતાણ કરી હતી. પરંતુ આ વાતનો યુવતીએ દેવેન્દ્રનો વિરોધ કરતા ધમકી આપતા જણાવ્યું હતું કે, તું મને મળવા આવતી નથી, તારા અંગત ફોટા વાયરલ કરી બદનામ કરી દઈશ. સાથે સાથે દેવેન્દ્રએ યુવતીને ગાલ પર બે ત્રણ લાફા મારી દીધા હતા.
ત્યારબાદ યુવતીએ હાથ છોડાવી ભાગવા જતા દેવેન્દ્રએ પોતાના ખિસ્સામાંથી કાચની બોટલ કાઢી યુવતીના માથામાં પાછળના ભાગે મારી લોહી લુહાણ કરી ભાગી ગયો હતો. ઉપરાંત દેવેન્દ્રએ તેના મોબાઇલમાં પાડેલ યુવતીનાં અંગત ફોટા તેના કાકાનાં મોબાઇલ વોટસએપ પર મોકલી તથા સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા હતા. બનાવ અંગે યુવતીએ દેવેન્દ્ર વસાવા વિરૂધ સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application