Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના મુસા ગામ ખાતે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને મુસા સ્માર્ટ મોડ્યુલર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું

  • February 13, 2024 

તાજેતરમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મુસા ગામ ખાતે ધારાસભ્ય મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને મુસા સ્માર્ટ મોડ્યુલર આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત તાપી કારોબારી અધ્યક્ષ, મહિલા અને બાળ તેમજ યુવા સમિતિના અધ્યક્ષ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી સહિત ગ્રામજનો સ્માર્ટ મોડ્યુલર આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે સહભાગી થયા હતા. મહાનુભાવોના હસ્તે રીબીન કટ કરી આંગણવાડી કેન્દ્ર ભૂલકાઓ માટે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે ભૂલકાઓએ કુમકુમ તીલકથી મહેમાનોને આવકારી સ્વાગત ગીત રજુ કરી ઉપસ્થિત સૌનું મનમોહી લીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application