સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામની સીમમાં કીમ માંડવી માર્ગ ઉપર આઈસર ટેમ્પોના ચાલકે મોટરસાઈકલ ચાલકને અડફેટે લેતા તેનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત નીપજયું હતું. મળતી માહિતી મુજબ, માંડવી તાલુકાના કેવડીયા ગામે રહેતા ધર્મેશભાઈ લવજીભાઈ ચૌધરી (ઉ.વ.૨૮) ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.
તેઓ બપોરે તેની મોટરસાઈકલ લઈને કીમ માંડવી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક આઈસર ટેમ્પો નંબર જીજે ૧૬ ડબલ્યુ ૭૧૫૮ના ચાલક બાલુભાઈ માધુભાઈ પટેલ (રહે વાંસદા, જી.નવસારી)એ તેની મોટર સાઈકલને ટક્કર મારતા ધર્મેશભાઈને ગંભીર ઈજા થઈ હતી. જે બાદ તેમનું સ્થળ પર જ મોત થયું હતું. બનાવ અંગે પોલીસે ટેમ્પોના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application