Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કાર અડફેટે આવતાં માતા-પુત્રીનું મોત, કાર ચાલક સામે ગુનો દાખલ

  • May 30, 2023 

અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં રહેતી મહિલા અને તેની દીકરી એસ.જી. હાઈવે પર સ્થિત YMCA ક્લબની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે બંને માતા પુત્રીને અડફેટે લીધા હતાં. જેમાં માતા અને પુત્રીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે એસ.જી. હાઈવે પર લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતાં. જેના કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવીને માતા અને દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 






જયારે બીજા બનાવમાં વાત કરીએ તો શહેરનાં હાટકેશ્વર વિસ્તારમાં રહેતી મહિલા નિકોલ અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. તેઓ ગત તા.28મી મેના રોજ પોતાના એક્ટિવા પર અમરાઈવાડીમાં બી.આર.ટી.એસ. ટ્રેકમાંથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન એક કાર ચાલકે તેમને અડફેટે લેતાં તેઓ ગંભીર ઈજાગ્રસ્ત થયાં હતાં અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતમાં ગુનો નોંધીને કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application